ગુજરાતમાં કોરોનનું સંક્રમણ દિવસે ને દિવસે વધવામાં છે ત્યારે એક તરફ છેલ્લા 3 દિવસ આકરા પગલાં લઈ અને કોરોનાને ફરી કાબૂમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આજે ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે
નેતાઓ કોરોનાની ગાઈડલાઈનને નેવે મૂકી અને વિધાનસભાની પેટાચૂંટણી તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણી માં પ્રચાર કર્યો હતો ત્યારે હવે ફરી ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર કરી છે, આજે જ સચિવાલય માં 5 સનદી અધિકારીઓએ અને 5 ડેપ્યુટી સેક્રેટરી સંકર્મિત થયા છે ત્યારે આજે જ ગાંધીનાગર મહાનગર ની ચૂંટણી જાહેર થઈ

ગાંધીનગર મનપા ની ટર્મ 5 મેના રોજ  પૂર્ણ થઈ રહી છે ત્યારે આજે ચૂંટણી જાહેર થતાં  ગાંધીનગર મહાનગરપાલકાની ચૂંટણીને લઈને આચાર સંહિતાનો આજથી અમલ થશે.284 મતદાન મથકો પર ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાશે.  27 સંવેદનશીલ  અને 34 મતદાન મથકો અતી સંવેદનશીલ મતદાન મથકો રહેશે.  કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પગલાઓ લેવામાં આવશે.ગાંધીનગર મનપા ના 11 વોર્ડની 44 બેઠકો પર ચુંટણી પંચ દ્વારા ચુંટણીની જાહેરાત કરવામાં આવી છે.

જાણો સમગ્ર ચૂંટણી કાર્યક્રમ

  • ચુટણીની તારીખ 19-3-21 ના રોજ જાહેર.
  • ચૂંટણી વિધિસર જાહેરનામું પ્રસિદ્ધ 27 માર્ચ ના રોજ શરૂ.
  • ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 1 એપ્રિલ.
  • ઉમેદવારી પત્રની ચકાસણી માટેની તારીખ 3 એપ્રિલ.
  • ઉમેદવારી પરત ખેંચવા ની છેલ્લી તારીખ 5 એપ્રિલ.
  • ચૂંટણી 18 એપ્રિલએ સવારે 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે.
  • 20 એપ્રિલ મત ગણતરી.