તારીખ ૨૦ ના રોજ વિશ્વ આખું ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ ઉજવે છે. પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી એ વાત સાચી પણ પૈસાથી બલૂન ખરીદી શકાય છે એ વિચાર સાથે અનામ ઘૂઘરા
ની ટીમ રાજકોટના વિવિધ રસ્તા પર ઉતરી હતી. રસ્તા પર ફુગ્ગા વેચતા બાળકો પાસે જઈ એમની પાસે એક કે બે ફુગ્ગા ખરીદવાને બદલે એમની પાસે રહેલા બધા જ ફુગ્ગા ખરીદીને એમને ખુશીનો અદ્વિતીય અનુભવ અનામ ઘૂઘરા એ કરાવ્યો હતો.
અત્રે એ ઉલ્લખનીય છે કે આજથી ૩૨ વર્ષ પહેલાં રાજકોટની ઓળખ સમા ઘૂઘરા ની ગુણવત્તાવાળી બ્રાન્ડ અનામ ઘૂઘરા ની સ્થાપના થઈ હતી. બ્રાંડની સ્થાપનાના દિવસને કઈ રીતે ઉજવવો એ વિચાર કરતાં ટીમ અનામ આ અજોડ વિચાર પર કેન્દ્રિત થઈ હતી કે આપણે આપણો આનંદ એવા બાળકો સાથે ઉજવીએ જે બાળકો ફુગ્ગા વેચી આનંદ વહેંચે છે પણ પોતે એ આંનંદનને માણી શકતા નથી.