ત્રણ વખતના આઈપીએલ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) એ તેની નવી જર્સીનું અનાવરણ કર્યું છે, જેમાં ભારતીય સેનાનું સન્માન દેતા તેનું ‘કેમોફ્લેઝ’ પણ છે. જર્સીને આઈપીએલ 2008 ની પ્રથમ સીઝન પછી પહેલીવાર ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે.
જર્સીમાં ફ્રેન્ચાઇઝના લોગોની ઉપર ત્રણ સ્ટાર છે, જે 2010, 2011 અને 2018 માં વિજેતા ટાઇટલનું પ્રતિનિધિત્વ કરે છે. આ સિવાય તેમા ‘કેમોફ્લેઝ’ ભારતના સશસ્ત્ર દળોને સન્માન તરીકે દાખલ કરવામાં આવ્યો છે.
cskના સીઇઓ કે. એસ. વિશ્વનાથે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, ‘ઘણાં લાંબા સમયથી અમે વિચારી રહ્યા છીએ કે સશસ્ત્ર દળોની મહત્વપૂર્ણ અને નિ:સ્વાર્થ સેવા અંગે જાગૃતિ કેવી રીતે વધારવી. આ ‘કેમોફ્લેઝ’ એ જ સેવા માટે આપણો આદર છે. તે આપણા અસલી હીરો છે. ‘
ટીમે ટ્વિટર પર એક વીડિયો પણ રજૂ કર્યો હતો, જેમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની નવી જર્સીનું અનાવરણ કરી રહ્યા છે. પ્રકાશનમાં કહેવામાં આવ્યું છે કે સીએસકે ભારતીય સેનાનો ખૂબ આદર કરે છે અને 2019 ની આઈપીએલ સીઝનની શરૂઆતમાં તેમને બે કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો.
Thala Dharisanam! #WearOnWhistleOn with the all new #Yellove! #WhistlePodu 💛🦁
🛒 – https://t.co/qS3ZqqhgGe pic.twitter.com/Gpyu27aZfL— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2021