પાછલા થોડા સમય થી “બાયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ” એટલે કે ચાઈના ની પ્રોડક્ટ કે સર્વિસ ને ભારત માંથી હાંકી કાઢવાના પ્રયાશો ચાલી છે. આપણે જાણીયે છે વર્ષોથી વિરોધ કરતા આવ્યા છે.
સાચું કેહજો વિચારી ને કે શું ખરેખર આ રસ્તો સાચો છે? વિરોધ, બહિષ્કાર, કે કોઈ બ્લેક સ્ક્રીન પર રેડ ક્રોસ શું આ નેગેટિવી વાત નથી લાગતી? થોડું વિચારો આપણે કોઈને ઘર ની બહાર એટલે કાઢવા પડે છે કે કેમ કે આપણે તેને ઘર માં પ્રવેશ આપ્યો. આજથી વર્ષો પહેલા ચાઈનાએ ફટાકડા, રમકડાં થી પગ પેસારો કર્યો 10-20 રૂપિયા થી શરૂ થયેલો ધંધો 2018 માં IPL ના vivo રોકાણ માં Rs 2,199 કરોડ માં ફણગો ફૂટ્યો આ માત્ર એક નાનું ઉદાહરણ છે આવા કેટલા રોકાણો છે. કેમ આવું થાય છે? જવબદાર છે આપણી લાલચ વૃત્તિ પૈસા આપવા માટે હાથ ટૂંકો અને આપણા ધંધા માં નફો કેમ વધારે લેવો તેજ વિચારવું.
આ તમામ રોકાણો અને પૈસા આપણે નરી આંખે જોઈ શક્યે છે પરંતુ એક એવી દુનિયા પણ છે જે પૈસા ની હેરફેર કરે છે
ડિજિટલ વર્લ્ડ – મોટા ભાગના લોકો ને ખબર નહિ હોય કે ડિજિટલ દુનિયા માં નહિ દેખાતા અબજો રૂપિયા ની લેવડ દેવળ થાય છે. ટિક્ટોક એપ્લિકેશન બંધ કરાવી આપણે મોટી જીત હાંસલ કરી ? શું ટિક્ટોકએ ક્યારે તમારી પાસે વિડિઓ જોવાના કે બનવાના પૈસા માંગ્યા ? છતાં તેને 1Billion ડોલર એટલે રૂપિયા 6 હજાર 500 કરોડ નું નુકશાન થયું
હવે મહત્વની વાત કર્યે આ માહિતી એટલે આપવી અનિવાર્યે હતી કેમકે મોટા ભાગના લોકો ને વાયરલ મીડિયા જે આપે તે ખાઈ જવાની આદત છે. આપણે જો ખરા અર્થ માં દેશ ભક્તિ નો દેખાડો કરવો હોય તો વિરોધ નહિ મદદ કરો હા ખાલી વોકેલ ફોર લોકલ ના લેબલ થી કઈ નહિ આગળ આવી શકો પણ આપણી આસ પાસ ઉંચુ માથું કરતા લોકોના પગ ખેંચવાના પ્રયાસો કરવા કરતા તેને હાથ આપી આગળ લઇ જાયે તે સાચી સમજદારી છે. કેવી રીતે કરશું આ કામ ?
આપણી આસ પાસ ના લોકો મિત્રો ને માત્ર 2 મીન્ટ નો સમય આપી ને. યાદ કરો ટિક્ટોક ને ગણતરી ની કલાકોમાંજ 1સ્ટાર સુધી રેટિંગ આપી ડુબાવી દીધી હતી તેવીજ રીતે ક્યારેક કોઈ મિત્ર તેનું આવિષ્કાર કે ધંધો લાવે તો તેને પ્રોતાસાહન આપી ને. આજની વાત કાલે ભૂલી ના જાવ માટે મારા બને મિત્રો ના પ્રયાસો ને અહીંયા મુકું છું
Vocal For Local – Aatmanirbhar Bharat App #WeDeshi અને Cam Scanner Advance આ બંને એપ્લિકેશન રાજકોટ ના યુવામિત્રો એ તૈયાર કરી છે તમારે install કરી અને રેટિંગ આપવાનું છે જો ખરા અર્થ માં અન્ય કોઈ દેશ ને આપણા દેશ માં આવતા અટકાવવા હોય તો. હા થોડી ભૂલ હોય એપ્પ માં કે અન્ય કોઈ રીતે તો તમે જણાવી શકો છો દિવસ રાત મેહનત કરી અને તેમની ટીમે આ એપ્લિકેશન બનાવી છે ભલે તમે રેગ્યુલર ના યુઝ કરો ચાલશે પણ ખોટા વિરોધ ના નાટકો કરવા કરતા કોઈને આગળ લાવો સાહેબ કોઈ નો વિરોધ નહિ કરવો પડે. અને હા આ બને માંથી કોઈએ મને પ્રમોશન માટે નથી કહ્યું પણ મેં સામેથી તેમનો એપ્રોચ કર્યો છે અને તમે પણ જો કોઈ ની મદદ કરવા માંગતા હોય તો કૉમેંટ માં તેને ટેગ કરી શકો છો. તમે તમારી ધંધા વ્યવસાય ને પણ લખી શકો છો મારાથી બનતી કોસીસ કરીશ તમેને મદદ કરવાની.
#HimanshuKJadav
Dharmesh Vyas
#WeDeshi – https://play.google.com/store/apps/details?id=in.bi.wedeshi
Jashu Ram
#Cam_Scanner_Advance https://play.google.com/store/apps/details…
#HimanshuKJadav #WeDeshi #Cam_Scanner_Advance #Vocal_For_Local_Aatmanirbhar_Bharat_App
#Dhoomkharidi_Buy_Gujarati_Books_Online #Best_CamScannerApp #AlternativeOfCamscanner