પંજાબના જાણીતા ગાયક દિલજાનનું મોડી રાત્રે માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માત અમૃતસરના જંડિયાલા ગુરુ પાસે થયો હતો. મળતી માહિતી મુજબ 31 વર્ષીય દિલજાન મંગળવારે સવારે પોતાની કારમાં અમૃતસરથી કરતારપુર જઈ રહ્યો હતો. તેની કાર જંડિયાલા ગુરુ પાસે ટકરાઈ. દિલજાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

તેમના નિધનથી પંજાબી મ્યુઝિક ઈંડસ્ટ્રી માં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તમને જણાવી દઈએ કે દિલજાનને એક રિયાલિટી શોથી ઓળખ મળી હતી. તે કરતારપુરનો રહેવાસી હતો. તેનું નવું ગીત તેરે વરગે ટૂંક સમયમાં રિલીઝ થવાનું હતું. પંજાબી ગાયક સુખશિંદર શિંદાએ દિલજાનના મોત પર દુ: ખ વ્યક્ત કર્યું હતું. સોશ્યલ મીડિયા પર દિલજાનનો ફોટો શેર કરતી વખતે તેણે લખ્યું- આ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર સવારે મળી આવ્યા. સંગીત જગતને મોટુ નુકશાન થયું છે.