રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.અને કુલ 3 લાખ થી વધુ કેસ ગુજરાતમાં નોંધાઈ ચુક્યા છે તથા દૈનિક 2 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. તેને પગલે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો છે. 15મી એપ્રિલ સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ચાર મહાનગરોમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ હાલ અમલમાં છે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તા.30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે

આ ઉપરાંત, રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં હાલ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જે રાત્રિ કરફયુ અમલમાં છે તે પણ આગામી તા. 15 એપ્રિલ- 2021 સુધી યથાવત ચાલુ રાખવામાં આવશે તેમ પણ પંકજકુમારે જણાવ્યું છે.