ફિલ્મનાં માધ્યમથી રોજબરોજ થતાં આપઘાતનાં બનાવોને સમાજના દર્પણ રૂપે રજૂ કરતી વાસ્તવિક જીવનની ઝલક સમી ‘ફિલ્મોશન આર્ટ’ ની પ્રસ્તુતિ ‘ચા બગડી ગઈ’

 

આજકાલ જાહેરજીવનની વ્યસ્તતા અને મોંઘવારીને માથે ઉપાડીને ડોટ મુકવાના નિષ્ફળ પ્રયાસ કરતાં આપણે સૌ આપણી અંદર થઇ રહેલા શારીરિક અને માનસિક પરિવર્તનોને અવગણીએ છીએ. આ પરિવર્તનો વ્યક્તિગત હોવા છતાં મોટા સમાજને અસર કરે જ છે.

આવા જ પરિવર્તનોમાં મોખરે છે આપઘાત, ધીરજના બાંધને તોડી લોકો નાની નાની બાબતોથી પરેશાન થઈને આપઘાતના નિર્ણયો કરી બેસે છે. આવી ઘટનાઓ મનુષ્યના નબળા મનોબળને દર્શાવે છે.

આ ફિલ્મ એક સમાચારના શીર્ષક પરથી પ્રેરિત છે, જેમાં ચા બનાવામાં ભૂલ થતા એક પરણિતા આપઘાત કરે છે. તેથી જ તેમાં અંતમાં સંવાદ છે, ‘લાગે છે કે આ સમાજની જ ચા બગડી ગઈ છે’.

આવી જ એક ઘટના પર રાજકોટના યુવાનોએ એક શોર્ટ ફિલ્મનું નિર્માણ કર્યું છે જેનું નામ છે ‘ચા બગડી ગઈ’. આ શોર્ટ ફિલ્મને ‘ફિલ્મોશન આર્ટ’ નામના યુ ટ્યુબ ચેનલ પર 27 માર્ચના રોજ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ શોર્ટ ફિલ્મનું લેખન શાહરુખ પઠાણનું છે, ડિરેકશન અમિત વાઘેલાએ કર્યું અને આ ફિલ્મને ગૌરવ બદરકિયા દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યું છે તેમજ પોસ્ટર અંકિત રાણિપાએ ડિસાઇન કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં જયેશ પડિયા, શ્રિયા જોશી, ચાર્મી રાજવીર, શાહરુખ પઠાણ, જતીન જગડ, રાજેશ્રી જગડ અને હેરી સોલંકીએ અભિનય કર્યો છે, ફિલ્મનું એડિટિંગ મિત સાંકડેચાએ કર્યું છે અને નિર્માણ વ્યવસ્થા દર્પણ લાઠીગરા અને અમિત વાઘેલા દ્વારા કરવામાં આવી છે ઉપરાંત ગૌતમ દવે, ઉમંગ બોખાણી મદદરૂપ થયા હતા.