મિચેલ માર્સ અને હેઝલવૂડ એ કરી IPL માંથી ખસી જવાની જાહેરાત!! બાયો બબલ છે આ અંગેનું કારણ

તા. 02.04.2021: બાયો બબલના કારણે IPL ના ખેલાડીઓ પોતાનું નામ પાછું ખેંચી રહ્યા ના સમાચારો મળી રહ્યા છે. આ સમાચારોના પગલે સૌથી મહત્વનો પ્રશ્ન ક્રિકેટ રસિકોના મનમાં એ ઉદ્ભવે કે શું છે આ બાયો બબલ??? શા કારણે હટી રહ્યા છે ખેલાડીઓ IPL માંથી?? આજે આ લેખમાં બાયો-બબલ વિષે સરળ ભાષામાં સમજાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

બાયો બબલ એટ્લે સામાન્ય ભાષામાં એક કૂત્રિમ કવચ જેના દ્વારા કોઈ પણ રમત રમનાર ખેલાડીને અન્ય વ્યક્તિઓથી શારીરિક રીતે દૂર કરી આપવામાં આવે છે. આ કવચના કારણે ખેલાડીઓ પોતે નિશ્ચિત કરેલ વિસ્તારમાંજ અવરજ્વર કરી શકે છે. બાયો બબલમાં હોય તેટલા વ્યક્તિઓને જ મળી શકે છે. બાયો બબલમાં ના હોય તેવા વ્યક્તિઓથી ખેલાડીઓએ દૂર રહેવું પડે છે. કોરોના મહામારીમાં ખેલાડીઓની સુરક્ષા માટે રમતોને કોરોના મુક્ત વાતાવરણમાં રમાડવામાં આવે તે માટે આ બાયો બબલના નિયમો ક્રિકેટમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC) દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા હતા. કોરોના લોકડાઉન બાદ સૌ પ્રથમ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈંડિઝ વચ્ચે રમાયેલ શ્રુંખલામાં આ બાયો બબલના નિયમની અમલવારી શરૂ કરવામાં આવી હતી. ICC ના નિયમો મુજાબ આ બાયો બબલના નિયમો જાળવવા આયોજકો માટે જરૂરી છે. IPL જેવી મહત્વની ટુર્નામેંટ રમતા ખેલાડીઓને ફરજિયાત આ બાયો બબલમાં જ રહેવું પડતું હોય છે. આ કારણે ખેલાડી પોતાના સગાવાહલા-મિત્રોને મળી શકતા નથી. આ બાયો બબલમાં જે ખેલાડી પ્રવેશ કરે તેમણે સામાન્ય રીતે પ્રથમ 7 દિવસ ક્વારંટીન રહેવું પડતું હોય છે. આ પ્રાથમિક ક્વારંટીન પિરિયડ પૂર્ણ કર્યા બાદ તે રેગ્યુલર પ્રેક્ટિસમાં જોડાઈ શકે છે. સમગ્ર ટુર્નામેંટ દરમ્યાન ખેલાડીઓએ આ બાયો બબલમાંજ રહેવાનુ હોય અને કોરોના અંગેની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવાનું થતું હોય છે. IPL 2021 પણ બાયો બબલના નિયમો મુજબ રમાવાની છે. કોઈ પણ મેચમાં કોઈ દર્શકને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત માત્ર ખેલાડીઓ ઓછામાં ઓછો પ્રવાસ કરે તે પણ ધ્યાન રાખવામા આવ્યું છે. આ કારણે જ માત્ર 6 સ્ટેડિયમમાં જ IPL 2021 ના મેચોનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ માર્શ અને જોશ હેઝલવૂડે આ બાયો બબલના કારણેજ IPLમાંથી નામ પાછું ખેંચી લીધું છે. ખેલાડીઓ ઘણા સમયથી બાયો બબલમાં હોય, પરિવાર સાથે સમય વિતાવી શકે એ કારણોસર આ નામ પાછું ખેચ્યું હોવાનું માનવમાં આવી રહ્યું છે. હજુ અમુક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આ બાયો બબલના નિયમોના કારણે IPL થી હતી શકે છે તેવી ભીતિ સેવાઇ રહી છે. ભવ્ય પોપટ,