ગુજરાત સરકારની કામગીરી સારી પણ હજુ ઘણા પગલાં લેવા છે જરૂરી: હાઇકોર્ટ

તા. 06.04.2021: ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચમાં આજે કોરોના સંકટની સ્થિતિ અંગે મહત્વના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યુ હતું કે સરકાર COVID 19 ને કાબુમાં લેવા પૂરતા પ્રયત્ન કરી રહી છે. સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસોની તપાસણી પૂરજોશમાં ચાલી રહી છે. સરકાર દ્વારા કોરોના કેસોની તપાસ કરાવવા અંગે જાગૃતિ ફેલાવવા ગલીઓમાં વાહનો ફેરવવામાં આવી રહ્યા છે. સરકાર તરફથી એડવોકેટ જનરલે જાહેર જનતાને પણ અપીલ કરી હતી કે શક્ય હોય ત્યાં સુધી જાહેર કાર્યક્રમોના કરવામાં આવે તથા તેમાં ભાગ લેવાનું પણ શક્ય હોય ત્યાં સુધી ટાળવામાં આવે તે જરૂરી છે. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એ 2 કે 3 દિવસનો કરફ્યુ જાહેર કરવા અંગે વિચારણા કરવા પણ સરકારને જણાવ્યુ છે. આ સિવાય પણ લોકડાઉન દરમ્યાન લેવામાં આવેલા પગલાં જેવા પગલાં લેવા અંગે વિચારવા પણ જણાવવામાં આવ્યું છે. ગુજરાત હાઇકોર્ટના આ વલણ ધ્યાને લઈ ગુજરાત સરકાર કોરોના કાબૂમાં લેવા કોઈ આકરા પગલાં લે તેવી શક્યતા નકારી શકાય નહીં. ભવ્ય પોપટ