corona

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી અને  હોળી-ધૂળેટીના તહેવાર બાદ કોરોનાએ આતંક મચાવ્યો છે. મુખ્યમંત્રીના હોમટાઉનમાં કોરોનાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ નવા કેસનો આંકડો અને મોતના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા હોવાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. કોરોના આ લહેર વધુ  ખતરનાક અને આક્રમક બની હોય તેમ દર કલાકે 1 થી વધુ  દર્દીનું મોત થઈ રહ્યું છે.છેલ્લા 24 કલાકમાં વધુ 34 દર્દીના મોત થયા છે  આ ઉપરાંત  નવા કેસની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસોથી નવા કેસોમાં ભારે ઉછાળો નોંધાઈ રહ્યા છે. મુખ્યમંતિનો કાફલો આજે રાજકોટમાં કોરોનને કાબૂ માં લાવવાની યોજનાઓ તૈયાર કરવા પોહચ્ય છે