એક તરફ આખું ગુજરાત રેમડેસિવિર ઈન્જેક્શન માટે અન્ય શહેર માં આવી અને લાંબી કતાર માં રહે ત્યારે જો મળવું હોય તો મળે તેવી સ્થિતિ છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ સી.આર. પાટિલ એ 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યાસથા કરી અને તે રેમડેસિવિર ઈન્જેક્શન ક્યાં થી લાવ્યા તે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો છે .
સામાન્ય રીતે આ રેમડેસિવિર ઈન્જેક્શન માટે ડોક્ટરના પ્રીસક્રીપસન્સ અને આધાર કાર્ડ હોય તેમણે જ આપવામાં આવે છે ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલએ આ રેમડેસિવિર ઈન્જેક્શન તેમના મિત્ર પાસે થી આવ્યા તેમ જણાવતા હવે સવાલ એ થઈ રહ્યો છે કે તેમના મિત્ર ને આટલી છૂટ કોને આપી અને રૂપની એ સ્પષ્ટ શબ્દો માં જણાવ્યુ છે કે સરકાર એ તેમણે કોઈ મદદ કરી નથી તેમ જણાવ્યુ છે આમ ફરી વાર પાટિલ અને રૂપની સામસામે આવી ગયા છે . કોંગ્રેસ ના પ્રવકતા મનીષ દોશીએ ભાજપ સરકાર પર આક્ષેપ નાખતા ખ્યું કે ભાજપ રસીકરણ નું રાજકારણ કરી અને કાળાબજાર ને ઉત્તેજન આપી રહી છે