મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું  સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમા છેલ્લા 24 કલાકમાં અહીં 67 હજારથી વધુ કેસ આવ્યા છે. જ્યારે 560થી વધુ લોકોના મોત થયા છે ત્યારે  કોરોના ચેન તોડવા માટે ઠાકરે સરકારે 22 એપ્રિલથી 1 મે સુધી રાજ્યભરમાં આકરા પ્રતિબંધો લગાવી દીધા છે. રાત્રે 8થી લઈને સવારે 7 સુધી નિયમો કડક રહેશે. આ દરમિયાન બીજા જિલ્લામાં લોકો બિનજરૂરી સફર કરી શકશે નહીં

આ સિવાય સરકારી ઓફિસોમાં માત્ર 15 ટકા લોકોને આવવાની મંજૂરી હશે. લગ્ન સમારોહમાં માત્ર 25 લોકોની હાજરી રહેશે. અહીં બે કલાકની અંદર સમારોહ સમાપ્ત કરવો પડશે. લગ્નના આ નિયમો ભંગ થયો તો 50,000 નો તગડો દંડ ફટકારવામાં આવશે  લોકલ ટ્રેન સેવા માટે ઇમરજન્સી સર્વિસ માટે ઉપલબ્ધ રહેશે. કાનગી બસો 50 % ક્ષમતાની સાથે ચલાવી શકાશે. આ દરમિયાન કોઈ યાત્રી ઊભો રહીને મુસાફરી કરી શકશે નહીં. જો નિયમનું પાલન ન કરી શક્યા તો 10,000નો દંડ ફટકારાશે.