મહામારીમાં કોરોનાની સારવારની દવાના સંશોધનને લઇને અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાને વધુ એક સફળતા મળી છે. કંપનીએ કોવિડ-19ની સારવારમાં ઉપયોગી એવા દવા-ઇન્જેકશ વિરાફીન બનાવી છે જેનું સમગ્ર ભારતમાં 25 સ્થળો પર ટ્રાયલ કરવામાં આવ્યું છે અને તેમના સારા પરિણામો મળતા આ દવાને ભારત સરકારના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા -DGCI દ્વારા મંજુરી આપવામાં આવી છે. ઝાયડસ કેડિલા કંપનીએ તેની સંશોધિત નવી દવા વિરાફીન અગે દાવો કર્યો છે કે, આ ઇંજેકશનના ઉપયોગથી સાત દિવસમાં 91.16 ટકા કોરોના અસરગ્રસ્ત દર્દીઓના rtpct ટેસ્ટ નેગેટીવ આવ્યા છે.
આ એંટીવાયરલ ડ્રગના ઉપયોગથી દર્દી કોરોનાથી રાહત મેળવાની સામે તેની સામે લડવાની તાકાત મેળવે છે. કંપની એમ પણ જણાવી રહી છે કે, કોરોના થવાના શરુઆતના જ લક્ષણમાં જો વિરાફીન દવા આપાવામાં આવે છે, તે કોરોનામાંથી બહાર આવવા સાથે તેમને પડતી મુશ્કેલીઓ ઓછી થાય છે.