રુણા ફાઉન્ડેશન દ્વારા “આપણે કોરોનાથી જીતીશું” વિષય પર આંતરરાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનાર માં મુખ્ય વક્તા તરીકે સ્વિત્ઝરલેન્ડના ઇન્ટરનેશનલ ટ્રાન્સ્ફોરમેટીકલ કોચ અને મોટીવેશનલ સ્પીકર શ્રીમતી નિશા બુટાણી ઉપસ્થિત રહી કુદરતના પ્રહાર સામે એ જ કુદરતનું સ્મરણ કરીને કુદરતને કઈ રીતે હંફાવી શકાય તે અંગેની વાત અને વિચારો પોતાના અનુભવસિદ્ધ, સંવેદનશીલ, લાગણીશીલ વક્તવ્યમાં કરી હતી. ખાસ કરીને કોરોના કાળમાં શારીરિકની સાથે સાથે લોકોનું માનસિક સ્વાસ્થ્ય જળવાય રહે તે પણ એટલું જ અગત્યનું છે ત્યારે સમાજમાં અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા દુઃખ,ક્રોધ,નિરાશા,ડીપ્રેશન સહિતની લાગણીઓ પર કંટ્રોલ કરવા સહિતની ટેકનીક્સ પણ શ્રીમતી નિશાબહેને પોતાની સરળ શૈલીમાં સમજાવી હતી કે કઈ રીતે આપણે કોરોનાથી જીતીશું. તેમણે પોતાના વક્તવ્યમાં સમજાવ્યું હતું કે આપણે બધા જાણીએ છીએ કે આ કપરા સમયે બધા માનવીઓ થોડા-ઘણા અંશે અસરગ્રસ્ત થયા જ છે. આ મહામારીમાં આપણી શારીરિક, માનસિક અને ભાવાત્મક સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શારીરિક સ્વાસ્થ્ય માટે સાત્વિક ખોરાક, યોગ, કસરત મદદરૂપ થશે. માનસિક સ્વાસ્થ્ય માટે નકારાત્મક વિચારોથી દૂર રહેવું અત્યંત આવશ્યક છે. આપણે આપણા વડીલો પાસેથી હંમેશા સાંભળતા કે “શુભ – શુભ બોલો” આનું કારણ એ હતું કે એમને ખબર હતી કે આપણે જે બોલશુ એ થાશે. “ લો ઓફ એટ્રેકશન ” થિયરી પ્રમાણે આપણે જે વિચારીયે, જે બોલીએ એજ શક્તિઓ બ્રહ્માંડ આપણને પરત મોકલે. જીવનમાં જે જોઇતુ હોય એજ શબ્દો બ્રહ્માંડમાં મોકલો, કારણ કે તમારા શબ્દોને સાચા પાડવા આખું બ્રહ્માંડ કામે લાગશે. આવા નકારાત્મક વાતાવરણમાં ક્યારેય હતાશા, નિરાશા અનુભવો તો નીચેના પાંચ રસ્તા એમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.
1) તમારી સાથે અત્યાર સુધીમાં જે સારૂ થયું હોય એની એક યાદી બનાવો અને તમને ગમતા ધીમાં સંગીત સાથે એ યાદી વાંચો.
2) તમારા પ્રિય સંગીત સાથે તમારું ગમતું કામ કરો.
3) કસરત, નૃત્ય, ગીત ગાવા, સારા પિક્ચર જોવા, સારા નાટકો જોવાથી પણ લાભ થશે.
4) સારા મિત્રો સાથે ફોનમાં વાત કરો, જૂની વાતો યાદ કરી ફરીથી હસો.
5) પ્રાર્થનામાં અદભુત શક્તિ છે. ધ્યાન ધરવાથી પણ તમે નકારાત્મક વિચારોથી બહાર આવી શકશો.
ભાવાત્મક સ્વાસ્થ્ય જાળવવાં કુટુંબ સાથે હળવી પળોની મજા લો. એકબીજાને સાંભળો, એકબીજાની લાગણીની કદર કરો. વધુમાં તેમણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કહ્યું હતું કે, સૌથી વધુ તમને કોઈ મદદ કરી શકે તો તે તમે પોતે છો. આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા-રાખતા બીજાઓને બનતી મદદ કરવી એ અત્યારે માનવીનો મોટો ધર્મ છે. તેમના આ બધા પોઈન્ટ સાથે અનેક વાતો ને આવરી લેતો વિગતવાર વેબિનાર https://youtu.be/Byc-csg1cvQ જોઈ શકો છો.
કોરોના ને કારણે જો કોઈ માનસિક તણાવ અનુભવતા હોય, અને સારી વાતો કે વાર્તાઓ થકી જો કોઈને મદદ થતી હોય તો નિશાબેન બુટાણીને +91 9004085500 પર વોટ્સએપ મેસેજ લખી શકો છો, એ માર્ગદર્શન મેળવવા ઈચ્છતા વ્યક્તિને સામેથી ફોન કરશે. એમણે એ પણ જણાવ્યું હતું કે જ્યારે આસપાસ આટલું બધું બનતું હોય ત્યારે નિરાશા- હતાશા અનુભવવી એ સ્વાભાવિક છે. જો હું કોઈ અજાણ્યાના જીવનમાં અને ચહેરા પર બે ક્ષણ માટે અજવાળું પાથરી શકું તો મને કુદરતે આપેલી શબ્દોની ભેંટ સાર્થક લાગશે. સમગ્ર વેબીનારનું આયોજન મિત્તલ ખેતાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ વેબીનારને સફળ બનાવા માટે મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠક્કર, ધીરુભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠક્કર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.