corona

દેશમાં કોરોના વાયરસના દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે આજે પણ દેશમાં 3,60,960 કોરોનાના કેસ નોંધાયા છે જ્યારે અત્યાર સુધીમાં સૌથી વધુ લોકોએ એક સાથે કોરોનને હરાવ્યો છે આજે 2,61,162 લોકોએ કોરોનને મહાત આવી છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 3293 લોકોના કોરોનથી મૃત્યુ થયા છે હાલમાં ભારતમાં કુલ 29,78,709 લાખ એકટિવ કેસ છે.જ્યારે ભારતમાં અત્યાર સુધી કુલ 1,79,97,267 કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે ત્યારે 1,48,17,371 લોકોએ ડિસ્ચાર્જ થયા છે અને 2,01,187  લોકોના અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ થઈ ચૂક્યા છે