પૂર્વ રાજકીય આગેવાન અને પ્રખર ચૂંટણી રણનીતિકાર પ્રાશન કિશોર એ આજે અચાનક પોતાની કંપની I-pac માટે કામ નહીં કરે અને કોઈ પણ ચૂંટણીની રણનીતિ તૈયાર નહિ કરે તેવી જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે ,પ્રશાંત કિશોરએ વર્ષ 2011માં ‘વાઈબ્રન્ટ ગુજરાત’નું સ્ટ્રકચર તૈયાર કર્યું હતું. જે બાદ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રશાંત કિશોરને ભાજપના પ્રચારની જવાબદારી સોપવામાં આવી હતી અને ત્યારે 182માંથી 115 સીટ અપાવીને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈને આવ્યા હતા.

પ્રશાંત કિશોર એ ડિસેમ્બર 2020માં જ કહ્યું હતું કે ભાજપ ડબલ ડિજિટ ક્રોસ કરી જશે તો હું મારું કામ છોડી દઈશ.તેમણે પશ્ચિમ બંગાળની આ ચુંટણીમાં ટીએમસી માટે કરી કર્યું હતું અને પ્રશાંત કિશોરની આગાહી મુજબ ભાજપ પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચુંટણીમાં 100 સીટ ના મેળવી શક્યું પરંતુ પ્રશાંત કિશોરની આ સન્યાસ ની જાહેરાતથી સૌ કોઈ સ્તબ્ધ છે