કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશ ઝઝૂમી રહ્યો છે ત્યારે ચાલુ વર્ષે શૈક્ષણિક કર્યો ખૂબ ઓછા દિવસ શરૂ રહ્યા છે અને ઓનલાઈન શીક્ષણ પર વધુ અભ્યાસ કરવવામાં આવ્યો છે ત્યારે કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે કોરોનાની આ સ્થિતિમાં રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીના આધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની મીટિંગ માં નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતની કુલ 10977 શાળાના વિધ્યાર્થીઓને પ્રમોશનનો લાભ મળશે. જ્યારે ધોરણ 10ના રીપીટર ની પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવામાં આવશે .ગુજરાતમાં ધોરણ 1 થી 11 સુધીના વિધ્યાર્થીઓને માસ પ્રમોશનનો આપવામાં આવ્યું છે
મુખ્યમંત્રી એ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોય. વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણૅય કર્યો છે.






