પશ્ચિમ બંગાળમાં આવતીકાલથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે જેમાં જરૂરી સેવાઓને બાદ કરતાં બધુ જ બંધ રાખવામા આવશે .  કરિયાણા અને શાકભાજીની દુકાનો સવારે સાત વાગ્યાથી 10 વાગ્યા સુધી ખુલી રહેશે.

જ્યારે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બેંક ખુલશે. લોકડાઉનમાં સરકારી અને ખાનગી ઓફિસો બંધ રાખવામા આવશે તથા લોકલ ટ્રેન, બસ સેવાસદંતર બંધ રહેશે. તમામ સ્કૂલ પણ બંધ  રાખવામા આવશે.