ગુજરાતમાં તોકતે વાવાઝોડુ 150 કિમી/કલાક ની ઝડપે ત્રાટકી શકે તેમ છે ત્યારે ગુજરાતનું તંત્ર એલર્ટ છે આવા સંજોગોને પહોચી વળવા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વાવાઝોડાની સંભાવનાને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં 17 અને 18 મે, 2021 સોમવાર અને મંગળવાર દરમિયાન કોરોના વેક્સિનેશનની કામગીરી સ્થગિત રહેશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (vijay rupani)વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ-ટુ રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસો દરમિયાન તમામ જૂથમાં વેક્સિનેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.મુખ્યમંત્રી રૂપાણીએ નાગરિકોને આ બે દિવસો દરમ્યાન પોતાના ઘરથી બહાર નહીં નીકળવા પણ અનુરોધ કર્યો હતો.