dry fruit

ઘણી એવી વસ્તુઓ હોય છે જેને રાત્રે પલાળીને સવારે ખાવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. સવારેના સમયે ભૂખ્યા પેટે ખાવાથી શરીરને ઉર્જા મળે છે અને પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. એટલું જ નહિ પણ આ વસ્તુ ખાવાથી શરીરને અન્ય પણ ઘણા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ એવી વસ્તુ વિશે જે સવારે ખાવાથી ફાયદાઓ થાય છે.

સુકી દ્રાક્ષ

દ્રાક્ષમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયરન વધુ માત્રામાં હોય છે. જો રોજ દ્રાક્ષ ખાવામાં આવે તો શરીરને ઘણા રોગથી છુટકારો મળે છે. એટલું જ નહિ પણ સવારે દ્રાક્ષ ખાવાથી ત્વચા પર પણ સારી અસર પડે છે અને ત્વચામાં ચમક બની રહે છે. તેમજ દ્રાક્ષ ખાવાથી એનીમિયાની સમસ્યા પણ દુર થઇ જાય છે.

કાળા ચણા

કાળા ચણા ખુબ જ પૌષ્ટિક હોય છે અને તેમાં ફાઈબસ અને પ્રોટીન ભરપુર માત્રામાં હોય છે. કાળા ચણા ખાવાથી શરીરમાં ઉર્જાનું સ્તર સરખું બની રહે છે. જે લોકોને શરીરમાં કમજોરી રહેતી હોય તેના માટે કાળા ચણાનું સેવન શ્રેષ્ઠ માનવમાં આવે છે. રાત્રે સુતી વખતે એક કટોરીમાં કાળા ચણા પલાળી દો અને સવારે ઉઠીને તેનું સેવન કરી લો. કાળા ચણાનું દૈનિક સેવન કરવાથી શરીરની કમજોરી દુર થાય છે.

બદામ અને અખરોટ

બીપી અને ડાયાબિટીસના દર્દીઓ માટે બદામ અને અખરોટ ઘણા લાભદાયી હોય છે. બીપી અને ડાયાબીટીસ બંનેના દર્દી જો દરરોજ સવારે ભૂખ્યા પેટે બદામ અને અખરોટ ખાય તો તેને આ ભયંકર બીમારીથી છુટકારો મળે છે. જણાવી દઈએ કે આ વાત બદામ અને અખરોટ પર કરેલા ઘણા પ્રયોગો પરથી સાબિત થઇ છે.

મેથીના દાણા

મેથીના દાણામાં ફાઈબર અમુક માત્રામાં હોય છે અને તે ડાયાબિટીસના રોગો માટે ઘણા ગુણકારી હોય છે. રાત્રે સુદ્ધ પાણીમાં થોડા મેથીના દાણા પલાળી દો અને સવારે સવારે આ દાણાનું સેવન ખાલી પેટ કરવું. તમે ઈચ્છો તો એક દિવસ છોડીને એકદિવસે પણ મેથીના દાણાનું સેવન કરી શકો છો.

ખસખસ

ખસખસને પણ સેહત માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. ખાસ્ખાસનું સેવન વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. જે લોકો તેના વજનને સ્થિર રાખવા માંગે છે તે રોજ સવારે ખસખસનું સેવન કરે. ખસખસમાં વિટામીન બી હોય છે અને વિટામીન બી મોટાપાથી રક્ષણ આપે છે.

અળસી

અળસીમાં ઓમેગા-3 ફૈટી એસીડ હોય છે. રાતે તેને પલાળીને સવારે તેનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે અને આવું થવાથી દિલ શાંતિથી કાર્ય કરે છે. અળસી ખાવાથી હાર્ટ અટેક આવવાની સંભાવના પણ ઓછી થઇ જાય છે.

કિશમિશ

જો લોહીની કમી હોય તો કિશમિશનું સેવન કરવું જોઈએ, રાતે પલાળેલ કિશમિશ સવારે ભૂખ્યા પેટે ખાવાથી શરીરમાં આયરન અને એંટીઓક્સીડેંટસની કમી પૂરી થઇ જાય છે, તેમજ કિશમિશ ખાવાથી ચહેરા પર ચમક પણ આવે છે.