GPSC ની વર્ગ 1 અને 2ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. 224 જગ્યા માટે પ્રીલિમનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. પ્રીલિમ પરીક્ષામાં કુલ 6152 પરીક્ષાર્થી પાસ થયા છે. જેમાં જનરલ કેટેગરી માટે કટઓફ 118.47 માર્ક્સ રાખવામાં આવ્યો હતો. જનરલ કેટેગરી પુરૂષમાં 936 પરીક્ષાર્થી પાસ થયા છે જ્યારે જનરલ મહિલા કેટેગરીમાં 466 પરીક્ષાર્થી પાસ થયા છે. EWS પુરૂષ કેટેગરીમાં 1383, મહિલા કેટેગરીમાં 254, SEBC પુરૂષમાં 1730 અને મહિલામાં 386 પરીક્ષાર્થી પાસ થયા છે.

આ સાથે જ મેઇન્સની પરીક્ષાનો કાર્યક્રમ પણ GPSC દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. GPSC મેઇન્સની પરીક્ષા આગામી 19,21 અને 23 જુલાઇએ લેવામાં આવશે.