PM MODI FILE PHOTO
PM MODI FILE PHOTO

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi)એ એક મોટી જાહેરાત કરી છે કે, કોરોનાને કારણે માતા-પિતા અથવા વાલી ગુમાવનારા તમામ બાળકોને ‘પીએમ-કેર ફોર ચિલ્ડ્રન’ યોજના હેઠળ સહાય કરવામાં આવશે. કોરોના રોગચાળા દરમિયાન અનાથ બાળકો માટે રાહતના સમાચાર છે. તેમણે ઘોષણા કરી છે કે, કોરોનાને કારણે માતાપિતા અથવા વાલીઓ બંને ગુમાવનારા તમામ બાળકોને ‘પીએમ-કેર ફોર ચિલ્ડ્રન’ યોજના હેઠળ સહાય કરવામાં આવશે. આવા બાળકોને 18 વર્ષની ઉંમરે માસિક સ્ટાઇપેન્ડ અને 23 વર્ષની ઉંમરે પીએમ કેર પાસેથી 10 લાખ રૂપિયાનું ફંડ મળશે. PMOએ આ અંગે માહિતી આપી છે. પીએમઓએ કહ્યું કે આ બાળકોનું મફત શિક્ષણ પણ સુનિશ્ચિત કરવામાં આવશે. બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન મેળવવા માટે મદદ કરવામાં આવશે અને આ લોન પરનું વ્યાજ પીએમ કેર ફંડમાંથી ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આયુષ્માન ભારત યોજના અંતર્ગત, 18 વર્ષ સુધીના બાળકોને 5 લાખનો મફત આરોગ્ય વીમો મળશે અને પ્રીમિયમ પીએમ કેર ફંડ (PM CARE FUND) દ્વારા ચૂકવવામાં આવશે.

આ સિવાય વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે 10 વર્ષની વયના બાળકને નજીકની સેન્ટ્રલ સ્કૂલ અથવા ખાનગી શાળામાં ડે સ્કોલર તરીકે પ્રવેશ આપવામાં આવશે. PMOએ જણાવ્યું હતું કે, જો બાળકને ખાનગી શાળામાં પ્રવેશ અપાય છે, તો પીએમ કેર્સ પાસેથી ફી શિક્ષણના અધિકારના ધોરણો અનુસાર ચૂકવવામાં આવશે. શાળાના ગણવેશ, પાઠયપુસ્તકો અને નોટબુક પરના ખર્ચ પણ પીએમ-કેર દ્વારા ચૂકવવામાં આવશે.બાળકને કેન્દ્ર સરકારની કોઈપણ રહેણાંક શાળા જેવી કે સૈનિક સ્કૂલ, નવોદય વિદ્યાલય વગેરેમાં પ્રવેશ આપવામાં આવશે. જો માતાપિતા / દાદા-દાદી / વિસ્તૃત કુટુંબ બાળકની સંભાળ રાખે છે, તો તેને નજીકની સેન્ટ્રલ સ્કૂલ અથવા ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે એજ્યુકેશન લોન મેળવવા માટે મદદ કરવામાં આવશે અને આ લોન પરનું વ્યાજ પીએમ કેર ફંડમાંથી ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આયુષ્માન ભારત યોજના અંતર્ગત, 18 વર્ષ સુધીના બાળકોને 5 લાખનો મફત આરોગ્ય વીમો મળશે અને તેનું પ્રીમિયમ પીએમ કેર ફંડ દ્વારા ચૂકવવામાં આવશે.

આવા બાળકોને કેન્દ્ર અથવા રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ ટ્યુશન ફી અથવા સરકારના ધારાધોરણ અનુસાર અંડરગ્રેજ્યુએટ / વ્યવસાયિક અભ્યાસક્રમોની ફી કોર્સની સમાન શિષ્યવૃત્તિ આપવામાં આવશે. PMOએ જણાવ્યું છે કે જે બાળકો હાલની શિષ્યવૃત્તિ યોજનાઓ હેઠળ પાત્ર નથી, તેઓ માટે પીએમ-કેર શિષ્યવૃત્તિ પ્રદાન કરશે. તે જ સમયે, આ ઘોષણા દરમિયાન, pm મોદીએ ( Narendra Modi)કહ્યું કે બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને અમે બાળકોના સમર્થન અને સુરક્ષા માટે બધું કરીશું. તેમણે કહ્યું કે એક સમાજ તરીકે અમારી ફરજ છે કે આપણે બાળકોની સંભાળ રાખીએ અને ઉજ્જવળ ભવિષ્યની આશાને જાગૃત કરીએ.