ગુજરાત વિધાનસભામાં વર્ષ 2019 અને વર્ષ 2020ના શ્રેષ્ઠ ધારાસભ્ય અવૉર્ડની યોજના જાહેર કરવામાં આવી હતી , વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે શ્રેષ્ઠ ધારાસભ્ય અવૉર્ડની યોજના ના ભાગરૂપે આજે વિધાનસભામાં 2019ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે મોહનસિંહ રાઠવાની પસંદગી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે મોહનસિંહ રાઠવા 10 વખત ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય પદ મેળવવાનો રેકોર્ડ ધરાવે છે .મોહનસિંહ રાઠવા ચોથી વિધાનસભા એટ્લે કે ૧૯૭૨થી ગુજરાત વિધાનસભાના સભ્ય છે તથા ધારાસભ્ય ઉપરાંત ૩ વખત મંત્રી પણ રહી ચૂક્યા છે અને કોંગ્રેસમાં હાલ સૌથી સિનિયર નેતા છે.
જ્યારે વર્ષ 2020ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની પસદંગી કરવામાં આવી હતી જે હાલ ચાલી રહેલી 14મી વિધાનસભા માં શિક્ષણમંત્રી છે.ઉપરોક્ત બને ધારાસભ્યોને વિધાનસભાની 1.5 કિલોગ્રામ ચાંદીની પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી