ઉત્તર પ્રદેશ કેડરના 1984 બેચના નિવૃત IAS અધિકારી અનુપચંદ્ર પાંડેની ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અનુપચંદ્ર પાંડે જન્મ 15 ફેબ્રુઆરી 1959 ના રોજ પંજાબના ચંડીગઢમાં થયો હતો. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી તેમણે હાંસલ કરી છે. આ ઉપરાંત મટિરીયલ મેનેજમેન્ટમાં એમબીએની ડિગ્રી પણ હાંસલ કરી છે તથા તેઓ ઉત્તરપ્રદેશમાં મુખ્ય સચિવ હતા અને જે ઓગસ્ટ 2019ના રોજ મુખ્યસચિવ તરીકે નિવૃત થયા હતા







