કોરોનાનું સંક્રમણ ઘટતા સરકારે અનેક નિયમો હળવા કર્યા છે ત્યારે ચોટીલા ડુંગર ટ્રસ્ટ સંચાલિત ચોટીલા ડુંગર ઉપર ચામુંડા માતાજી મંદિરના દ્વાર 11 જૂનથી મંદિર દર્શનાર્થે ખૂલશે. ડુંગર ટ્રસ્ટનાં સચિનગીરી ગોસાઇએ જણાવ્યું છે કે ઘણા સમય મંદિર ભાવિકો માટે બંધ રહ્યા બાદ ખુલ્લી રહ્યા છે. ભક્તગણો માટે મંદિર સવારે 7થીસાંજના 6 સુધી જ દર્શન માટે ખૂલ્લું રહેશે

દર્શનાર્થે આવનાર દરેકે ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે તેમ ડુંગર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.