ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે છેડો ફાડી  ફરી તૃણમૂલ કોંગ્રેસ(TMC) માં ઘર વાપસી કરનાર નેતા મુકુલ રોયની ઝેડ પ્લસ સુરક્ષા પાછી ખેંચી લેવાઇ છે.

ઉલ્લેખનીય છે કે TMCમાં સામેલ થયા બાદ ખુદ મુકુલ રોયે ગૃહ મંત્રાલયને પત્ર લખીને પોતાની CRPF સુરક્ષા પાછી ખેંચવા જણાવ્યું હતું.