વિશ્વમાં કોરોના વાયરસની સ્થિતિ સામાન્ય થઈ રહી છે. મળતી વિગત મુજબ જર્મની સરકાર એ ભારત સહિત કેટલાક અન્ય દેશોના મુસાફરો પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. બ્રિટન, પોર્ટુગલ અને ભારત સહિત પાંચ દેશો પરથી જર્મનીએ પ્રવેશ પ્રતિબંધો હટાવ્યા છે.

બુધવારથી ‘વાયરસ વેરિઅન્ટ’ સૂચિમાંથી આ પાંચ દેશોના નામ દૂર કરવામાં આવ્યા છે. જેમને રસી આપવામાં આવી છે તેઓને ક્વોરનટાઇન કરવામાં આવશે નહીં. આવા મુસાફરોને જર્મની જતા પહેલા કોરોના પરીક્ષણની જરૂર હોતી નથી અને રસીકરણના તેમના પુરાવા બતાવી શકે છે.