આજરોજ ભેસાણ તાલુકાના વિશળ હડમતીયા થી અકાળા રોડ કાચા માંથી ડામરકામ રોડનું ધારાસભ્ય હર્ષદ રીબડીયા હસ્તે ખાતમુર્હુત કરવામા આવ્યું હતું. આ રોડ બે તાલુકાને જોડતો રસ્તો છે જે અંદાજે ૭૦ લાખ ના ખર્ચે તૈયાર થશે.

આ તકે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન નટુભાઇ પોકિયા, ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજૂભાઈ મોવલિયા, ભેસાણ માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન રામજીભાઇ ભેંસાણીયા,ભેસાણ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન દીલુભાઈ વાંક, પ્રદેશ ડેલિગેટ વજૂભાઈ સૈયાગોર, ભેસાણ તાલુકા પંચાયત સદસ્ય જયદીપભાઇ શીલુ, ભેંસાણ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ વલ્લભભાઇ સાવલિયા, ભરતભાઇ હીરપરા ભેસાણ તાલુકા બક્ષીપંચ સેલ પ્રમુખ ભુપતભાઈ વાજા, વિશળ હડમતીયાના આગેવાનો વલીભાઈ,હબિબબાપુ, અયુબભાઈ સમાં,બાબુભાઇ ગજેરા, નરસિંહભાઇ પાદરીયા, થૈયબભાઇ હાલપોતરા, જુસબભાઈ હાલપોતરા , લાલજીભાઈ ગજેરા, મનસુખભાઈ માલવીયા મુસાભાઈ વિશળ, ગોવિંદભાઈ વાઘેલા, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.