ભેંસાણ તાલુકાના વિશળ હડમતીયા, રાણપુર, સાકરોળા, ઢોળવા, ગળથ ગામના લોકો સાથે સંવાદ કરી લોકોનાં પ્રશ્નો સાંભળતા વિસાવદર ભેસાણના ધારાસભ્ય હર્ષદ રીબડીયા. અને ગામડાઓના પ્રશ્નો માં રોડ રસ્તાઓ નાળા પુલિયા તેમજ અન્ય જીઇબી તેમજ લોકોનાં મુજવતા પ્રશ્નોના નિરાકરણ માટે રૂબરૂ લોકો પાસે જઈ પ્રશ્નોના નિરાકરણ થાય તે માટે ગામોની મુલાકાત લીધી હતી. તેમજ ઢોળવા ગામે આવેલ કૈલાશ આશ્રમે ભુવનેશ્વર મંદીરના આગેવાનો તેમજ ધારાસભ્ય એ દર્શન કર્યાં હતાં તેમજ વિશ્વભરગિરિ બાપુના ખબરઅંતર પૂછ્યા હતા. તેમજ ઢોળવા ગામની નદી પાસે નીકળતો રોડ પર નીચેની સાઈડનો ભાગ પડી જતાં ગંભીર અકસ્માત ગમે ત્યારે બની શકે એમ હોઈ તો અધિકારીઓને સાથે સ્થળ પરથી વાત કરી નિરાકરણ કરવાની બાહેધરી આપી હતી સાકરોળા, ઢોળવા અને ગળથ ગામના આગેવાનો સાથે ધારાસભ્ય હર્ષદ રિંબડીયા રૂબરૂ મળ્યા અને ગ્રામજનો સાથે મળીને લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ પ્રવાસમાં વિસાવદર ભેસાણના ધારાસભ્ય હર્ષદરીબડીયા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઇ પોકીયા ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજૂભાઈ મોવલિયા ભેસાણ તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશભાઇ ત્રાપસિયા ભેસાણ માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન રામજીભાઇ ભેંસાણીયા પૂર્વે તાલુકા પંચાયત પ્રમુખ અને સદસ્ય દિપકસતાસિયા ગુજરાત પ્રદેશ ડેલીગેટ વજૂભાઈ સૈયાગોર ભેસાણ તાલુકા પંચાયત સદસ્ય જયદીપ શીલુ ,N.S.U.I પ્રમુખ લાલુ વોરા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.