ગાંધીનગર હોટેલમાં દારૂની પરમિશન અંગે વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીનું નિવેદન સામે આવ્યું છે. પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર આંકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે. વિકાસ ના સપના દેખાડનાર સરકાર યુવાઓને નશામાં ધકેલી પોતાની નિષ્ફળતા છુપાવે છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં દારૂની રેલમ છેલ છે. આ સ્થિતિમાં લોકો દવા ઉપલબ્ધ કરાવવાની માંગ કરે છે. જ્યારે સરકાર દારૂની પરમિશન આપી રહી છે. સરકારની લીલા ભવિષ્યમાં દારૂની દુકાન બનશે. ત્યારે વિપક્ષ નેતાએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે રાજ્યની જનતા માટે દવા અને હોસ્પિટલ ની વ્યવસ્થા કરે. સરકાર સંચાલિત હોટેલમાં દારૂની પેરવી થઈ રહી છે. જો કે ગુજરાતને દારૂની નહીં પરંતુ દવાની જરૂર છે.