ભેસાણ તાલુકાના મેદપરા ગામના (P.H.C) પી.એસ.સી આરોગ્ય કેન્દ્રની રૂબરૂ મુલાકાત વિસાવદર ભેસાણ ના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા એ લીધી હતી આ મુલાકાત દરમિયાન ડોકટર તેમજ સ્ટાફ સાથે ચર્ચા કરી હતી અને વેક્સિનેશન અંગે માહિતી લીધી હતી ધારાસભ્ય ને જાણવા મળ્યું કે ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકો વેક્સિન માટે જાગૃત છે અને ટૂંક સમયમાં મેદપરા તેમજ આજુબાજુના વિસ્તારમાં ૧૦૦% રસીકરણ પૂરું થશે.
ધારાસભ્ય દ્વારા ડોક્ટર તેમજ સ્ટાફ ની સારી કામગીરી કરવા બદલ અભિનદન પાઠવ્યા હતા. અને ધારાસભ્ય હર્ષદ રીબડીયા દ્વારા તમામ વિસ્તારના લોકોને અપીલ કરી હતી કે રસીકરણ લેવામાં બાકી રહેતા તમામ લોકો વહેલી તકે રસીકરણ માં જોડાઈ અને ઘરના તમામ લોકોનું રસીકરણ થાય એ કાર્યમાં સહભાગી થઈએ. આ તકે ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજૂભાઈ મોવલિયા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડ ના વાઇસ ચેરમેન રામજીભાઇ ભેંસાણીયા, ભેંસાણ તાલુકા પંચાયત સદસ્ય જયદીપભાઇ શિલુ, ભેંસાણ N.S.U.I શહેર પ્રમુખ ઘનશ્યામ વોરા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.