ભારતમાં કોરોનાની બીજી લહેર ના કારણે IPL-14ને રોકી દેવામાં આવી હતી અને બાકીની મેચ નું આયોજન UAE માં આવ્યું છે ત્યારે આજે BCCIએ UAEમાં આયોજિત થનાર VIVO IPL-14ની બાકી બચેલી મેચોના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરી છે.
UAEમાં 27 દિવસ કુલ 31 મેચ રમાશે. BCCIના નવા શેડ્યુલ મુજબ, 19 સપ્ટેમ્બરે દૂબાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન (MI) વચ્ચે મેચથી IPL-14ની બાકી મેચની શરૂઆત થશે.
બીજી મેચ અબૂ ધાબીમાં શિફ્ટ કરવામાં આવશે, જ્યાં કોલકતા નાઈટ રાઈડર્સનો અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરવચ્ચે મુકાબલો થશે.UAEમાં 13 મેચ નું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે 10 મેચ શારજહા માં યોજાશે અને 8 મેચ આબુધાબી માં યોજાશે 19 સપ્ટેમ્બર 2021ની પ્રથમ મેચની શરૂઆત ભારતીય સમયાનુસાર સાડા ત્રણ વાગે થશે. જ્યારે સાંજ આયોજિત થનારી બધી મેચોની શરૂઆત સાંજે સાડા સાત વાગે થશે.
IPL-14ની પ્રથમ ક્વોલિફાઈ ટક્કર 10 ઓક્ટોબરે દૂબઈમં થશે, જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર 11 અને 13 ઓક્ટોબરે શારજાહમાં રમાશે. IPLની આ સિઝનની ફાઈનલનો મુકાબલો દૂબઈમાં 15 ઓક્ટોબરે થશે.






