જૂનાગઢ તાલુકાના કેરાળા ગામે માલધારીઓના બકરા પર સિંહએ હુમલો કરતા ૫ બકરા સ્થળ પર જ મૃત્યું પામ્યા હતા તેમજ ૩૬ બકરા ગુમ થયેલા છે જેથી આ ઘટનાની જાણ ધારાસભ્ય હર્ષદ રીબડીયાને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને સ્થળ પર માલધારી પરિવાર સાથે મુલાકાત કરી હતી . ત્યારબાદ ઘટનાસ્થળે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને બોલાવીને માલધારીઓના બકરા મૃત્યું તેમજ ગુમ થયેલાં છે તેને શોધીને અને મૃત્યુ થયેલાં નુ પૂરેપૂરું વળતર મળે તેવી માંગણી કરી અને આ વિસ્તારમાંથી સિંહોનું રેસ્ક્યું કરીને જંગલમા છોડવા માંગ કરી હતી.