નેતા વિપક્ષ પરેશ ધાનાણી અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી દ્વારા અમરેલી તાલુકાના ગામડાઓમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેના પરિવારને સાંત્વના પાઠવી હતી તથા ગામડાના લોકોની વિવિધ સમસ્યાઓ જાણી અને તેનું નિરાકરણ કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા આ ઉપરાંત તેઓ ઝડપથી થયેલા ગામડાઓના લોકોને નુકશાનની જાણકારી પ્રાપ્ત કરી અને નુકશાનીના વળતરથી વંચિત લોકોને સાંભળી અને વહેલી તકે સહાય ચૂકવે તે માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.

આ પ્રવાસમાં ચક્કરગઢ, દેવળીયા, મોટા ગોખરવાળા, નાના ગોરખવાળા, ચાંદગઢ, લાપાળીયા સોનારીયા, પીઠવાજાળ, રાજસ્થળી, વિઠ્ઠલપુર, ચાંપથળ, ફતેપુર ગામનો પ્રવાસ કરવામાં આવ્યો હતો જેમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ગુણવંતભાઈ સાંગાણી તથા કીર્તિભાઇ ચોડવડીયા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય દિલીપભાઈ વડોદરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધાધલ, તાલુકા કોંગ્રેસ અગ્રણી હરીબાપા સાંગાણી, અરવિંદભાઈ ગોંડલીયા, જે બી મકવાણા, આકાશ કાનપરિયા વગેરે આગેવાનો સાથે જોડાયા હતા