જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા પોગ્રામ ઓફિસર, બાગાયતી અધિકારી તથા મહિલા કલ્યાણ અધિકારી સહિત ના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા.
મહિલા સામખ્ય અમરેલી શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અમરેલી ખાતે આવેલ દાદા ભગવાન મંદિર ખાતે આરોગ્ય મેળા નું આયોજન ઈન્ચાર્જ જિલ્લા સંકલન અધિકારીશ્રી ગોસ્વામી ઈલાબેન દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમ નો હેતુ મહિલા સામખ્ય સોસાયટી ગુજરાત ના સભ્યો તેમજ તેના કુટુંબીજનો ના બાળકો માં કુપોષણ નું સ્તર સુધારવા માટે રાજુલા, જાફરાબાદ, લીલીયા ખાંભા, સાવરકુંડલા, બાબરા વગેરે તાલુકા ના કાર્ય વિસ્તાર માંથી ૧૫૦ બહેનો સહભાગી થયા હતા.
આ તકે કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી જયેશભાઈ પટેલ તથા આઈ.સી.ડી.એસ. હેડ અને જીલ્લા પ્રોગ્રામ ઓફીસરશ્રી મનિષાબેન બારોટ, જીલ્લા બાગાયતી ખેતી અધિકારીશ્રી અવનીબેન ગોસ્વામી તથા મહિલા કલ્યાણ અધિકારીશ્રી નીતાબેન ચૌહાણ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપેલ સમતોલ આહાર સરકારશ્રી ની આરોગ્ય વિષયક યોજનાઓ વિશે સમજ, સમાજ માં તથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કુપોષણ નો ભોગ બનનાર બાળકો માં વિટામીન આપવું યોગ્ય સમયે સમયે રસી અપાવવી, આંગણવાડી માં આપવામાં આવતા પોષણ યુક્ત ખોરાક બાળકો ને આપવો વગેરે જેવી ઘણી બધી જેવી કુપોષણ નું સ્તર સુધારવા અને બાળકો માં તંદુરસ્તી માટે ના ઉપાયો ની માહિતી આપવામાં આવી હતી. મહિલા સામખ્ય અમરેલી કાર્યક્રમનું પ્રેઝન્ટેશન શ્રી પ્રિયદર્શિનીબેન પરમાર દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ અમરેલી ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.