ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતને બીજો મેડલ આપવવામાં પી.વી સિંધુ સફળ રહી છે તેમણે બેડમિન્ટનમાં ચીનની હી બિંગ ઝિયાને હરાવી અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે આ સાથે જ તેમણે 21-13 થી પ્રથમ અને 21-15 થી બીજી મેચ જીતી અને મેડલ ભારત ને આપાવ્યો છે આ સાથે જ પી.વી.સિંધુ એ બે અલગ અલગ ઓલિમ્પિકમાં મેડલ જીતી અને સુશીલ કુમારનાં રેકોર્ડની પણ બરાબરી કરી છે

સિંધુ એ અત્યાર સુધી માં 2016 અને 2020ની ઓલમ્પિક માં મેડલ મેળવ્યા છે અને આ સાથે પહેલી ભારતીય મહિલા ખેલાડી બની છે કે જેમણે અત્યાર સુધીમાં 2 મેડલ મેળવ્યા છે. વર્ષ 2016માં સિલ્વર મેડલ મેળવ્યો હતો ત્યારે 2020માં તેમણે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.