ટોકિયો ઓલિમ્પિકમાં  ભારતીય પુરુષ હોકી ટીમે આજે ઈતિહાસ રચ્યો છે. છેલ્લા 41 વર્ષની આતુરતાને પૂર્ણ કરી છે અને હોકીમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમને છેલ્લો મેડલ 1980માં મોસ્કોમાં મળ્યો હતો, ભારતીય હોકી ટીમએ બ્રોન્ઝ મેડલ મેચમાં જર્મનીને 5-4થી હરાવ્યું હતુંબીજા ક્વાર્ટરમાં 3-1થી પાછળ ભારતે જોરદાર વાપસી કરી હતી અને સતત ચાર ગોલ કર્યા. ભારત માટે સિમરનજિત સિંહ 17મી અને 34મી, હાર્દિક સિંહ 27મી, હરમનપ્રીત સિંહ 29મી અને રૂપિન્દર પાલ સિંહે 31મી મિનિટે ગોલ કર્યો હતો

બ્રોન્ઝ મેડલ ના નિર્ણાયક મેચમાં ભારતે જર્મની ને 5-4 થી હરાવ્યું હતું આ મેચમાં ભારત 3-2 થી પાછળ રહ્યું હતું પરંતુ પેનલ્ટી સ્ટ્રોક્ને ગોલ્મ ફેરવી અને જોરદાર વાપસી કરી હતી અને ઇતિહાસ રચ્યો છે આ ચંદ્રક સાથે ભારતે ટોકિયો ઓલિમ્પિક 2020 માં આ ચોથો ચંદ્રક મેળવ્યો છે