વિસાવધાર વિધાનસભા વિસ્તારના ભેસાણ તાલુકાને કિસાન સૂર્યોદય યોજનાં અંતર્ગત ફિડરોમાં દિવસે પાવર કરવા માટે વારંવાર વિધાનસભામાં અને ઉર્જા મંત્રી ને મળીને રજુઆત કરવામાં આવી હતી જેને પરિણામે ભેસાણ તાલુકાના ૪ ફિડરોનો કિસાન સૂર્યોદય યોજનામાં સમાવેશ થયેલ છે.

તા.૫-૮-૨૦૨૧ થી ભેસાણ તાલુકામાં આવતા ૪ ફીડરો જેવા કે ધરતી,ભૂમિ,એકતા,ફાચરિયા ફિડરોમાં દિવસે વીજળી મળશે. અને બાકી રહેતા ફિડરોમાં પણ ટૂંક સમયમાં વીજળી મળે તેની લડત અને પ્રયાસો રિબડિયા દ્વારા ચાલું છે.