વિશ્વભરમાં કોરોના સંક્રમણની ગતિ એ ફરી વેગ પકડ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ ગુરુવારે કહ્યું કે કોરોનાનું ડેલ્ટા વેરિએન્ટ, જે સૌથી ચેપી માનવામાં આવે છે, તે ભારત સહિત 135 દેશોમાં મળી આવ્યું છે. તે જ સમયે, ગયા સપ્તાહે 26 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે, વિશ્વભરમાં 40 લાખ નવા દર્દીઓ મળી આવ્યા છે.
WHO એ જણાવ્યુ કે છેલ્લા એક સપ્તાહથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયસસે કહ્યું કે કોરોનાના 37 ટકા કેસ પૂર્વીય ભૂમધ્ય અને 33% પશ્ચિમ પેસિફિકમાં જોવા મળી રહ્યા છે. એ જ રીતે, દક્ષિણપૂર્વ એશિયામાં ચેપના કિસ્સામાં 9%નો વધારો નોંધવામાં આવ્યો છે.
WHOએ ચેતવણી આપી છે કે જો ચેપની ગતિ આ રીતે ચાલુ રહી તો, આગામી સપ્તાહે વિશ્વભરમાં દર્દીઓની કુલ સંખ્યા 21 કરોડને પાર કરી જશે જ્યારે મૃત્યુઆંક વધીને 42 લાખથી વધુ થઈ ગયો છે. ડેટા અનુસાર, અમેરિકામાં ચેપના કેસમાં 9%નો વધારો થયો છે.દુનિયામાં અત્યારસુધી કુલ 20 કલરોડ લોકો સંકર્મિત થઈ ચૂક્યા છે







