ભારતમાં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર રમતમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. આ એવાર્ડની શરૂઆત વર્ષ  1991-92માં  કરવામાં આવી હતી જેમાં જીતનાર ખેલાડીને પ્રશસ્તિપત્ર, પુરસ્કાર અને 25 લાખ રૂપિયા આપવામાં આવે છે. પ્રથમ ખેલ રત્ન અવોર્ડ પ્રથમ ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદને આપવામાં આવ્યો હતો. અત્યારસુધીમાં 45 લોકોને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. હાલમાં ક્રિકેટર રોહિત શર્મા, પેરાલમ્પિયન હાઇ જમ્પર મરિયપ્પન થંગવેલુ, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા, કુસ્તીબાજ વિનેશ ફોગાટને પણ આ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

આ સર્વોચ્ચ પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવોર્ડ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું હતું કે આ અવોર્ડ આપણા દેશના લોકોની ભાવનાઓનું સન્માન કરશે.

 જાણો કોણ છે મેજર ધ્યાનચંદ

ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905 ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદમાં થયો હતો. તેમના પિતાનું નામ સોમેશ્વર સિંહ હતું, જે બ્રિટિશ ભારતીય સેનામાં સુબેદાર તરીકે ફરજ બજાવતા હતા, તેઓ પણ હોકી રમત રમતા હતા. ધ્યાનચંદને મૂળસિંહ અને રૂપસિંહ નામના બે ભાઈઓ હતા. રૂપસિંહ ધ્યાનચંદની જેમ હોકી પણ રમતા હતા.ધ્યાનસિંહ બાળપણ એટલેકે ફક્ત 16 વર્ષની ઉમરમાંજ 1922માં  ભારતીય સેનામાં જોડાયા હતા અને હોકી રમવાનું શરૂ કર્યું હતું. ધ્યાનચંદનો હોકી પ્રત્યે આટલો લગાવ હતો કે રાત્રિના ચંદ્રના અજવાળામાં હોકી રમતા હતા અને તેમના મિત્રો એ તેમનું નામ ધ્યાનચંદ રાખ્યું હતું . જ્યારે બીજી તરફ એમ પણ કહેવામા આવે છે કે પંકજ ગુપ્તાને ધ્યાનચંદના પ્રથમ કોચ કહેવામાં આવતા હતા, તેમણે ધ્યાનચંદની રમત જોયા બાદ કહ્યું હતું કે એક દિવસ તે આખી દુનિયામાં ચંદ્રની જેમ ચમકશે. તેણે ધ્યાનચંદનું નામ ચાંદ રાખ્યું, ત્યારબાદ તેના નજીકના મિત્રોએ તેને આ નામથી બોલાવવાનું શરૂ કર્યું. આ પછી ધ્યાનસિંહ ધ્યાનચંદ બન્યા.

ધ્યાનચંદે સેના તરફથી રેજિમેન્ટલ મેચ રમીને 1922 થી 1926 વચ્ચે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. મેદાનમાં તેની ઉત્તમ રમવાની કુશળતાને કારણે તેને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય આર્મી ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા. આ પ્રવાસમાં, ટીમે 18 મેચ જીતી, બે ડ્રો કરી અને માત્ર એક હારી. ભારત પરત ફર્યા બાદ ધ્યાનચંદને તેમની રમતગમત માટે લાન્સ નાયકના પદ પર બતી આપવામાં આવી હતી.

ભારતે વર્ષ 1936ની ઓલિમ્પિક હોકીની ફાઇનલમાં જર્મનીને 8-1થી હરાવી હતી. જેમાં ધ્યાનચંદે એકલાએ 3 ગોલ કર્યા હતા. ભારતની આ જીત બાદ હિટલર તરત જ સ્ટેડિયમ છોડીને ચાલ્યા ગયા હતા અને ત્યારબાદ હિટલરે ધ્યાનચંદને જર્મન સેનામાં જોડાવાની ઓફર કરી અને ધ્યાનચંદએ આ ઓફર ઠુકરાવી હતી.

મેજર ધ્યાનચંદે વર્ષ 1926 થી 1949 સુધી 185 આંતરરાષ્ટ્રીય મેચોમાં 400 ગોલ કર્યા હતા. તેની રમતને કારણે ભારતે 1928, 1932 અને 1936 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેણે 1928 એમ્સ્ટર્ડમ ઓલિમ્પિકમાં 14 ગોલ કર્યા હતા. ત્યારે એક સ્થાનિક અખબારે લખ્યું હતું કે, ‘તે હોકી નહીં, જાદુ હતો અને ધ્યાનચંદ હોકીના જાદુગર છે.’ ત્યારથી તેઓ હોકીના જાદુગર તરીકે વધુ એક નામ મળ્યું.મેજર ધ્યાનચંદ 1956માં ભારતીય સેનમાથી રીટાયર્ડ થયા હતા અને તેમનું નિધન 3 ડીસેમ્બર 1979ના રોજ કેન્સરના કારણે દિલ્હી ખાતે થયું હતું

મોદીએ ખેલ રત્નનું નામ બદલતા કે ધ્યાનચંદ ભારતના પ્રથમ ખેલાડી હતા, જેમણે દેશને સન્માન અને ગૌરવ અપાવ્યું. દેશના સર્વોચ્ચ રમત પુરસ્કાર તેમના નામ પર જ હોવો જોઈએ એ યોગ્ય છે. કોંગ્રેસના નેતા રાજ બબ્બરએ અમદાવાદ સ્ટેડિયમને લઈ ને ટ્વીટ કર્યું છે