ભારતના નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજે 87.58 મીટરના સ્કોર સાથે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. આ જીત સાથે નીરજે 121 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારતને ટ્રેક એન્ડ ફિલ્ડમાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તે ફિલ્ડ અને ટ્રેકમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય અને વ્યક્તિગત સ્પર્ધામાં ગોલ્ડ જીતનાર બીજા ભારતીય છે. નીરજ પહેલા શૂટર અભિનવ બિન્દ્રાએ ગોલ્ડ જીત્યો હતો.
નીરજ ચોપરાની આ સિદ્ધિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી , પી.ટી. ઉષા સહિતના લોકો એ શુભેરછાઑ પાઠવી છે






