ફાઇલ ફોટો

તાઉતે વાવાઝોડાના કારણે ઉનાળુ પાક તેમજ ગામડાઓમાં કાચા-પાકા મકાનોને થયેલ નુકસાન નું વળતર હજુ સુધી સરકાર દ્વારા નહિ ચૂકવાતા તેમનાં હક્ક માટે કોંગ્રેસ  દ્વારા ઉગ્ર આંદોલનના મંડાણ આજથી  કરાશે.વિસાવદર ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય હર્ષદરીબડીયા નેતૃત્વ તળે આજે ખેડૂતો માટે ધરણાનો કાર્યક્રમ નું આયોજન કરાયું છે.
વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસનભાઈ વાડોદરિયાની જણાવ્યા અનુસાર તાઉતે વાવાઝોડાના કારણે ઉનાળુ પાક તેમજ ગામડાઓમાં કાચા પાકા મકાનોને થયેલા નુકસાનનું વળતર હજુ સુધી સરકાર દ્વારા નહીં ચૂકવાતા તેમના માટે કોંગ્રેસ પરિવાર દ્વારા ઉગ્ર આંદોલનના કરવામાં આવશે અને અન્યાયનો ભોગ બનેલા વિસાવદર ભેસાણ તેમજ જૂનાગઢ ગ્રામ્ય તાલુકાના તમામ લોકો પોતાના જો હક્ક માટે લોકો જોડાશે