કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 5.0 ની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી. કંટેંઇમેંટ ઝોન સિવાયના વિસ્તારોમાં માત્ર અમુક પ્રવૃતિઓ ઉપરજ પ્રતિબંધ

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ગઇકાલે અનલોક 5.0 ની માર્ગદર્શિકા બહાર પાડી દેવામાં આવી છે. આ માર્ગદર્શિકાઑ મુજબ કંટેંઇમેંટ ઝોન સિવાયના વિસ્તારોમાં સ્પષ્ટ રીતે પ્રતિબંધિત હોય તે સિવાયની તમામ પ્રવૃતિઓ માટે છૂટ આપવામાં આવી છે. નીચેની પ્રવૃતિઓ અનલોક 5.0 માં પણ પ્રતિબંધિત રહેશે.

અનલોક 5.0 માં તમામ વિસ્તારોમાં નીચેની પ્રવૃતિઓ હજુ રહેશે બંધ:

શાળાઓ શરૂ કરવા બાબતે રાજ્ય સરકાર/કેન્દ્ર શાશીત પ્રદેશોના પ્રશાશન દ્વારા 15 ઓક્ટોબર બાદ શાળાઑ તબક્કાવાર ખોલવા અંગેનો નિર્ણય લેવાનો રહેશે. આ માટે રાજ્ય સરકારોએ શાળા મેનેજમેંટ સાથે ચર્ચા વિચારણા કરી સ્થાનિક પરિસ્થિતીનો તાગ મેળવી નિર્ણય લેવાનો રહેશે. વિદ્યાર્થીઑને શાળાએ બોલાવવા અંગે વાલીઓની પરવાનગી ફરજિયાત રહેશે. કોઈ પણ બાળકને શાળાએ આવવા દબાણ કરી શકાશે નહીં અને હાજરી બાબતે આગ્રહ કરી શકાશે નહીં. શાળાઓએ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શિકાઑનું પાલન ફરજિયાત કરવાનું રહેશે.
કોલેજો તથા અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઑ શરૂ કરવા કેન્દ્રિય શિક્ષણ વિભાગ દ્વારા ગૃહ મંત્રાલય સાથે ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવાનો રહેશે.
રમતવીરોના પ્રશિક્ષણ માટે સ્વિમિંગ પુલ 15 ઓક્ટોબરથી શરૂ કરી શકાશે. આ અંગેની માર્ગદર્શિકા કેન્દ્રિય યુવા તથા ખેલ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવશે.
 સિનેમા ગૃહ તથા મલ્ટી પ્લેક્ષ કુલ બેઠક ક્ષમતાની 50% ક્ષમતા પ્રમાણે 15 ઓક્ટોબરથી શરૂ કરી શકાશે. આ માટે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.
મનોરજન પાર્ક અને તેના જેવા સ્થળ 15 ઓક્ટોબરથી કેન્દ્રિય સ્વસ્થ્ય મંત્રાલયની માર્ગદર્શિકાઓને આધિન શરૂ થઈ શકશે.
બિઝનેસ થી બિઝનેસને સલગ્ન પ્રદર્શનો વાણિજ્ય મંત્રાલયના દિશાનિર્દેશોને આધીન 15 ઓક્ટોબરથી શરૂ કરી શકાશે.
100 થી વધુ લોકો ભેગા થતાં હોય તેવા સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્ક્રુતિક, ધાર્મિક, રાજકીય કર્યેક્રમો 15 ઓક્ટોબર બાદ નિયમોને આધીન શરૂ કરી શકાશે. બંધ સ્થળોમાં 200 લોકોની મર્યાદામાં માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી આ પ્રકારના કર્યેક્રમો કરી શકાશે. જ્યારે ખુલ્લી જગ્યાઓમાં જે તે જગ્યાઓ ધ્યાને લઈ માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી આ પ્રકારના કર્યેક્રમો કરી શકાશે.
ગૃહ મંત્રાલય દ્વારા પરવાનગી આપવામાં આવેલ છે તે સિવની આંતરરાષ્ટ્રીય વિમાનસેવાઓ.

અનલોક 5.0 ની અન્ય જોગવાઇઓ:

કંટેંઇમેંટ ઝોનમાં લોકડાઉન 31 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.
કંટેંઇમેંટ ઝોનની જાહેરાત જે તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે અને તેની જાણ તેઓની વેબસાઇટ ઉપર કરવાની રહેશે.
કેન્દ્ર સરકારની પૂર્વ ચર્ચા સિવાય કંટેંઇમેંટ ઝોન સિવાય વિસ્તારોમાં કોઈ રાજ્ય સરકાર/કેન્દ્ર શાશીત પ્રદેશ પ્રશાશન કોઈ પણ લોકડાઉન જાહેર કરી શકશે નહીં.
કોઈ પણ રીતે રાજયમાં તથા રાજ્ય બહાર અવરજવર ઉપર કોઈ પણ પ્રકારના નિયંત્રનો રહેશે નહીં.
પેસેંજર ટ્રેન, સ્થાનીય વિમાન સેવાઓ, “સી ફેરર” ની અવરજવર, પરવાનગી આપેલ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ અગાઉ આપવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ ચાલુ રહેશે.
65 વર્ષ ઉપરના તથા 10 વર્ષ નીચેના વ્યક્તિઓ, અન્ય બીમારીથી પીડાતા લોકો તથા ગર્ભસ્થ મહિલાઓ માટે જરૂરિયાત સિવાય ઘર બહાર ન નીકળવા આગ્રહ કરવામાં આવે છે.

આમ, આ માર્ગદર્શિકાઑ દ્વારા હવે લગભગ તમામ પ્રવૃતિઑ ને છૂટ આપી દેવામાં આવી છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ઓછી થવાનું નામ નથી લેતી પણ હવે સરકાર પણ સમજે છે કે વિવિધ આર્થિક પ્રવૃત્તિને રોકી રાખવાથી આર્થિક ક્ષેત્રે દેશ તથા નાગરિકોને પણ પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. ભવ્ય પોપટ, પત્રકાર, ઉના