ઉત્તરપ્રદેશના લખીમપુરમાં ગતરોજના ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા હતા ત્યારે કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રીના પુત્રએ ખેડૂતો પર ગાડી ફેરવી દેતા નરસંહાર સર્જાયો હતો જેના પડઘા ગુજરાતમાં પડ્યા છે રાજકોટ NSUI દ્વારા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરી ખેડૂતો માટે ન્યાયની માંગણી કરી હતી. આ ઉપરાંત ખેડૂતોના પરિવાર ને સાંતવ્ના પાઠવવા જતાં કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની ધરપકડ થતાં રાજકોટ NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજકોટના ૧૫૦ ફૂટ રોડ પર ચક્કાજામ થતા ૧૨ થી વધુ NSUIના રોહિત રાજપૂત સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી







