સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનમાં પત્રકારત્વનો PGDMC અને MJMC અભ્યાસક્રમ ચાલી રહ્યો છે જેમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભકરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પત્રકારત્વ ભવનમાં વર્ષ 1973થી પત્રકારત્વનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે.જેમાં એચએએલ P.G.D.M.C.( પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાં ઇન માસ કોમ્યુનિકેશન) અને M.J.M.C. ( માસ્ટર ઓફ જર્નાલીઝમ ઇન માસ કોમ્યુનિકેશન) એમ બે વર્ષનો કોર્ષ ચાલે છે. જે અંતર્ગત વિધ્યાર્થીઓને અનુભવી પ્રધ્યાપકો દ્વારા પત્રકારત્વનો અભ્યાસ કરવવામાં આવે છે. તેમજ પત્રકારત્વક્ષેત્રના અનુભવી તજજ્ઞો દ્વારા પણ માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે.જેના પરિણામે ભવનમાં અભ્યાસ કરી ચૂકેલા અનેક વિધ્યાર્થીઓ મીડિયાક્ષેત્રે સફળતાપૂર્વક કરી કરી રહ્યા છે અને સમાજને બહુમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.
પત્રકારત્વના આ કોર્ષમાં પત્રકારત્વના પાયાના સિદ્ધાંતોથી લઈને તમામ સઘળા પાસાઓની થિયરીકલ તથા પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવે છે. કોઈપણ વિષયમાં સ્નાતક એટલેકે ગ્રેજ્યુએશનપૂર્ણ કરનાર વિધ્યાર્થી P.G.D.M.C. કોર્ષમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકે છે જ્યારે B.J.M.C. અને P.G.D.M.C. નો કોર્ષ કરેલા વિધ્યાર્થીઓ M.J.M.C. માં પ્રવેશ મેળવી શકશે.પ્રવેશ માટે આગામી તારીખ 8 ઓક્ટોબર સૂધી રૂબરૂ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનખાતે ફોર્મ ભરી શકશે.પત્રકારત્વના અભ્યાસક્રમની વધુ વિગત પત્રકારત્વ ભવન કેમ્પસ પરથી તથા 0281-2586418 પર સંપર્ક કરી મેળવી શકાશે.







