આઈસીસી ટૂર્નામેન્ટમાં બહાર રહ્યા બાદ ટીમ ઇન્ડિયા દુબઈથી ભારત પરત આવી. ટીમની સાથે  હાર્દિક પંડ્યાપણ રવિવારે મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા. પરંતુ તેમને એરપોર્ટ પર જ કસ્ટમ વિભાગે રોકી લીધા અને 2 ઘડિયાળ  ડિટેઇન કરી લીધી. ઘડિયાળોની કિંમત 5 કરોડ રૂપિયા હતી.  ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યા આઈસીસી ટૂર્નામેન્ટમાં બહાર રહ્યા બાદ ટીમ ઇન્ડિયા દુબઈથી ભારત પરત આવી. ટીમની સાથે હાર્દિક પંડ્યા  પણ રવિવારે મોડી રાત્રે ભારત પરત ફર્યા હતા ભારત પરત ફરતાજ હાર્દિકની મુશકેલીમાં વધારો થયો છે હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 5 કરોડની કિંમતની બે ઘડિયાળ ઝડપી પાડી હતી.

જ્યારે કસ્ટમ વિભાગ દ્વારા કરોડોની કિંમતની આ ઘડિયાળ વિશે હાર્દિક પંડયાને પૂછવામા આવતા તેમણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. હાર્દિક પાસે આ ઘડિયાળોનું કોઈ બિલ પણ તેની પાસે ન હતું. કસ્ટમ વિભાગ દ્વારા હાર્દિક પંડયા પાસેથી આ ઘડિયાળો લઈ લીધી હતી.હાલ કોરોડોની કિંમતની ઘડિયાળને લઈ કસ્ટમ વિભાગ વધુ તપાસ હાથ ધરી છે.

જોકે, હાર્દિકે મંગળવારે સવારે સ્પષ્ટતા કરી હતી કે તેણે મુંબઈ એરપોર્ટના કસ્ટમ્સ કાઉન્ટર પર ખરીદેલી વસ્તુઓ જાહેર કરી હતી અને જરૂરી ફી ચૂકવી હતી.શરૂઆતમાં આ ઘડિયાળની કિંમત 5 કરોડ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ હાર્દિકે સોશિયલ મીડિયા પર તેની નોંધમાં જણાવ્યું હતું કે તેની કિંમત 1.5 કરોડ રૂપિયા છે.