ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા ૬ જાન્યુઆરીના રોજ ઇન્દ્રોડા પ્રાથમિક શાળામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પર્યાવરણ જાળવણી, સ્વચ્છતા, જળસંચય-જળસંરક્ષણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ પ્રો.બી.ડી.ઢીલાના નેતૃત્વમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એમ.એ. સેમેસ્ટર-૧ના વિદ્યાર્થી આશિષ વાગડિયા અને સૂરજ ત્રિવેદી દ્વારા “જળસંચય, પર્યાવરણ બચાવો” પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. જયારે એમ.એ. સેમેસ્ટર-૧ અને ૪ના વિદ્યાર્થીઓએ સાથે મળીને પર્યાવરણસંરક્ષણ પર માઈમ રજૂ કર્યું હતું. જેમાં ઇન્દ્રોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ સમગ્ર કાર્યક્રમના સંયોજક ડો. અંજના ચૌહાણ હતાં અને કાર્યક્રમનું સંચાલન ડૉ. રોનક પરમારે કર્યું.