સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ધડાધડ નિર્ણયો લેવાનું શરૂ કરવામાં આવી રહ્યું છે જેમાં  અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ખેડા, નડિયાદ, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે.જ્યારે  દુકાન,ગલ્લા,યાર્ડ,સલૂન, સ્પા, બ્યૂટી પાર્લર,શોપિંગ કોમ્પ્લેક્સને રાત્રે 10 સુધી જ ચાલુ રાખી શકાશે આ ઉપરાંત હોટલ,રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે

રાજકીય, સામાજિક સહિતના કાર્યક્રમો પર પણ અંકુશ મૂકવામાં આવ્યો છે ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ સાથે કાર્યક્રમને છૂટઅને બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની છૂટઆપવામાં આવી છે,ખુલ્લા સ્થળોમાં લગ્નમાં 400 વ્યક્તિઓ સુધીની છૂટ અને લગ્નપ્રસંગો બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકાની જ છૂટ આપવામાં આવી છે તથા અંતિમવિધિ,દફનવિધિમાં મહત્તમ 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે .

સરકારી, પ્રાઈવેટ એસી નોન બસમાં 75 ટકા ક્ષમતાને મંજૂરીસાથે ચાલુ રાખી શકશે અને સિનેમા હોલ, જીમ,વોટર પાર્ક,સ્વિમીંગ પુલમાં 50 ટકા ક્ષમતાને મંજૂરી આપવામાં આવી છે. લાઈબ્રેરી,ઓડિટોરીયમ,મનોરંજક સ્થળોમાં 50 ટકા ક્ષમતાને મંજૂરી સાથે ચાલુ રાખી શકશે અને જાહેર બાગ બગીચા રાત્રે 10 સુધી ખુલ્લા રાખી શકાશે.

ધો. 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ સુધીના કોચિંગ ક્લાસને 50 ટકા ક્ષમતામાં મંજૂરી તથા ધો. 1 થી 9 ના ઓફલાઇન31 જાન્યુઆરી સુધી બંધ કરાયા વર્ગ માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે. ઉપરોક્ત નિયંત્રણો 8 જાન્યુઆરી થી 15 જાન્યુઆરી સુધી અમલમાં  રહેશે.