ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ કરવામાં આવી છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે NSUIના પ્રદેશ મહામંત્રી કેતનભાઈ ખુમાણ સહિત કાર્યકરો દ્વારા સાવરકુંડલા તાલુકા પંચાયત ખાતે ધારણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. “સ્કૂલ બંધ તો ફી પણ બંધ”ના બેનરો સાથે સુત્રોચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તથા માંગણી કરવામાં આવી હતી કે સંપૂર્ણ 1 સત્રની ફી માફ કરે.તાલુકા પંચાયત ખાતે વિરોધ કરતા NSUIના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.