ગાંધીનગરઃ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના વિદ્યાનિકેતન વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદજીની 159મી જયંતી નિમિત્તે રાજ્યવ્યાપી ઑનલાઈન ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. 12મી જાન્યુઆરી સુધીમાં કોઈ પણ વ્યક્તિ તેમાં ભાગ લઈ શકશે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીની વેબસાઇટ www.cugujarat.ac.in પર આ સ્પર્ધાની લિન્ક મૂકવામાં આવેલી છે. જેના પર કોઈ પણ વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવીને પ્રશ્નોના જવાબ આપી શકશે અને ઈ-મેઇલ પર સર્ટીફિકેટ મેળવી શકશે. યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહની પ્રેરણાથી આ સ્પર્ધા યોજવામાં આવી છે. કાર્યક્રમના મુખ્ય સંયોજક વિદ્યાનિકેતનના અધ્યક્ષ ડૉ. કુણાલ પંચાલે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદ સમગ્ર રાષ્ટ્રના યુવાનો માટે આદર્શ હોવાથી, તેમના જીવન અને કાર્યોથી બાળકો-યુવાનો માહિતગાર થાય તેમજ પોતાનું જ્ઞાન વધારે તે હેતુથી આ સ્પર્ધા યોજવામાં આવી છે. ગુજરાતના વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ ઑનલાઇન ક્વીઝમાં જોડાઈને પોતાનું જ્ઞાન વધારે અને સાચા અર્થમાં સ્વામી વિવેકાનંદજીની જયંતીની ઉજવણી સાર્થક કરે તેવી અપીલ તેમણે કરી છે. આ ક્વીઝના કો-ઓર્ડિનેટર તરીકે ડૉ. મહેન્દ્ર પટેલ જવાબદારી સંભાળી રહ્યા છે.
Home Uncategorized ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા સ્વામી વિવેકાનંદ વિશે ઑનલાઈન ક્વીઝ સ્પર્ધાનો પ્રારંભ